જીવલેણ કોરોનાનો હવે બારડોલીમાં કોઈને ડર રહ્યો નથી અને લોકો બિન્દાસ્ત થઈ ફરીથી પોતાના રાબેતા મુજબ કામ ધંધામાં તેમજ હરવા ફરવા લાગ્યા છે. અને કોરોનાની રફતાર પણ ઓછી થઈ હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે પરંતુ જે રીતે બારડોલીમાં લોકો સોસિયલ ડિસ્ટન્ટ કે માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.5-નવેમ્બર નારોજ બારડોલી નગર સહિત તાલુકામાં કોરોના પોઝીટીવ ના વધુ 8 કેસ નોંધાયા છે. આ સાથે પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 1702 પર પહોચી ચુક્યો છે. જે પૈકી કુલ 1651 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 12 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન આજદિન કુલ 39 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 185 સેમ્પલ લેવાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application