Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે તાપી જીલ્લામાં કોરોના ના 6 કેસ નોંધાયા, વધુ 15 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી

  • October 07, 2020 

તાપી જીલ્લામાં કોરોના ના વધુ 6 કેસ નોંધાયા છે. આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 648 થયો છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન આજદિન સુધી કુલ 39 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 15 દર્દી સાજા થયા અત્યાર સુધી કુલ 572 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે થી 53 વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.

 

 

તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.6-ઓક્ટોબર નારોજ વ્યારા તાલુકામાં 3 કેસ, વાલોડમાં 2 કેસ અને સોનગઢમાં 1 કેસ મળી કુલ 6 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

 

6-ઓકટોબર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસ...

(1) 21 વર્ષિય પુરુષ, પટેલ ફળિયું‌,સીકેર-વાલોડ

(2) 89 વર્ષિય પુરુષ, દેસાઇ ફળિયું-વાલોડ 

(3) 62 વર્ષિય પુરુષ, મેટ્રો મશીનરી સેન્ટર-વ્યારા

(4) 56 વર્ષિય પુરુષ, ગુજરાત હાઉસિંગ બોર્ડ-વ્યારા 

(5) 50 વર્ષિય મહિલા, કિરણ જ્યોત એપાર્ટમેન્ટ-વ્યારા 

(6) 67 વર્ષિય પુરુષ, નિશાળ ફળિયું‌ ,ટાપરવાડા-સોનગઢ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application