તાપી જિલ્લામાં કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં હજુ પણ કેસોમાં વધારો થઇ રહ્યો છે. આજે વધુ 5 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 662 થયો છે.
જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 38 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 5 દર્દી સાજા થયા. અત્યાર સુધી કુલ 589 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 37 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.13-ઓકટોબર નારોજ વાલોડ અને વ્યારામાં 1-1 કેસ તેમજ ઉચ્છલમાં 2 કેસ અને નિઝરમાં 1 કેસ મળી કુલ 5 જણા ના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
13-ઓક્ટોબર ના રોજ તાપી જિલ્લામાં નોંધાયેલ કોરોના પોઝિટિવ કેસ
(1) 19 વર્ષિય પુરુષ, બજાર ફળિયું- વાલોડ
(2) 55 વર્ષિય મહિલા, ઓર્બીટ ટાવરની બાજુમાં-વ્યારા
(3) 30 વર્ષિય પુરુષ, મોગલબારા-ઉચ્છલ
(4) 52 વર્ષિય પુરુષ, ખાબદા-ઉચ્છલ
(5) 38 વર્ષિય મહિલા-નિઝર
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500