કોરોના વાયરસને અટકાવવા માટે જીલ્લા તંત્ર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. તેમછતાં હજુપણ કેસોમાં વધારો થઇ રહ્યો છે. આજરોજ તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવ ના નવા 4 કેસ સામે આવ્યા છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.29-નવેમ્બર નારોજ વાલોડ અને વ્યારામાં 1-1 કેસ અને સોનગઢમાં 2 કેસ મળી કુલ 4 કેસ નોંધાયા છે.
29-નવેમ્બર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસો...
(1) 75 વર્ષિય પુરુષ, ઓર્બીટ એપાર્ટમન્ટ-વ્યારા
(2) 50 વર્ષિય પુરુષ- ગાંધી ફળિયું, અલગટ,-વાલોડ
(3) 36 વર્ષિય મહિલા, નિશાળ ફળિયું, વડપાડા-સોનાગઢ
(4) 10 વર્ષિય બાળા, નિશાળ ફળિયું, કુકડા ડુંગરી-સોનગઢ
આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 800 ને પાર થયો છે. આજે વધુ 3 દર્દીઓ સાજા થયા, અત્યાર સુધી કુલ 748 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500