દિવાળી તહેવાર બાદ તાપી જીલ્લા માં કોરોના સંક્રમીત કેસોમાં વધારો થયો હતો અને ફરીથી કેસો આવવા લાગ્યા હતા. જોકે આરોગ્ય તંત્રની ભારે મહેનત બાદ ફરીથી કોરોના કેસમાં નિયંત્રણ મેળવવા સફળ રહ્યા હોય તેમ કોરોના સંક્રમીત કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ જે રીતે લોકો સોસિયલ ડિસ્ટન્ટ કે માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે. જોકે શુક્રવારે તાપી જિલ્લામાં કોરોના વાયરસના નવા 4 કેસ નોંધાયા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા,11-ડીસેમ્બર નારોજ વ્યારાની નવી વસાહતમાં 60 વર્ષીય પુરુષ, વ્યારાના વાંસકુઈ ગામના ગાળા ફળીયામાં 30 વર્ષીય પુરુષ. નિઝરના પ્રિન્સ ચોકમાં 66 વર્ષીય પુરુષ અને 70 વર્ષીય પુરુષ મળી કુલ 4 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા છે, જીલ્લામાં વધુ 4 કેસ નોંધાયા છે, આ સાથ કોરોના પોઝીટીવ દર્દીઓ નો કુલ આંક 800 ને પાર થયો છે, આજે વધુ 2 દર્દીએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 774 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 413 સેમ્પલ લેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500