નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામા બુધવારે 04 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા જેમાં નાંદોદ તાલુકાના તરોપા-01,નવાપરા નિકોલી-01, ગરુડેશ્વરના કેવડીયા ટેન્ટ સીટી-01,જ્યારે તિલકવાડા- 01 મળી જિલ્લામાં કુલ 04 દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,16 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં 24 દર્દી દાખલ છે.હોમ આઇસોલેશન માં 42 દર્દી દાખલ છે.આજરોજ 06 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી જિલ્લામાં કુલ 1399 દર્દી સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1491 પર પહોચ્યો છે. આજે વધુ 488 સેમ્પલ ચકાસણી હેઠળ છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500