Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં નવા 4 પોઝીટીવ કેસ નોંધાયા, આજે કોરોના ટેસ્ટ માટે 439 સેમ્પલ લેવામાં આવ્યા

  • November 25, 2020 

જીવલેણ કોરોનાનો હવે તાપી જીલ્લામાં કોઈને ડર રહ્યો નથી અને લોકો બિન્દાસ્ત થઈ ફરીથી પોતાના રાબેતા મુજબ કામ ધંધામાં તેમજ હરવા ફરવા લાગ્યા છે. અને કોરોનાની રફતાર પણ ઓછી થઈ હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે પરંતુ જે રીતે લોકો સોસિયલ ડિસ્ટન્ટ કે માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.

 

 

આજરોજ તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવના નવા 4 કેસ સામે આવ્યા છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.24મી નવેમ્બર મંગળવાર નારોજ સોનગઢમાં 1 કેસ, વાલોડમાં 1 કેસ, કુકરમુંડામાં 1 કેસ અને વ્યારામાં 1 કેસ મળી કુલ 4 વ્યક્તિઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

 

 

24મી નવેમ્બર ના રોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસ.

(1) 58 વર્ષિય મહિલા, તળાવ  ફળિયું-વાલોડ  

(2) 33 વર્ષિય પુરુષ, આશિર્વાદ કોમ્પ્લેક્ષ,હાથી ફળિયું-સોનગઢ

(3) 34 વર્ષિય પુરુષ, કુકરમુંડા,તા.કુકરમુંડા

(4) 21 વર્ષિય પુરુષ, ખાખરી ફળિયું,કરંજવેલ-વ્યારા 

 

 

આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંક 794 પર પહોચ્યો છે, આજે વધુ 2 દર્દીએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 722 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી આજે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 439 સેમ્પલ લેવામાં આવ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application