કોરોના દર્દીઓના આંકડાઓમાં ઘણા સમયથી વધ-ઘટ ચાલતી હોવાથી આરોગ્ય તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર માહિતી આપતા તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલ એ જણાવ્યું હતું કે, તા.9મી ઓકટોબર નારોજ તાપી જીલ્લામાં કોરોના ના વધુ 4 કેસ નોંધાયા છે. આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 644 થયો છે.
તાપી જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન આજદિન સુધી કુલ 38 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 3 દર્દી સાજા થયા અત્યાર સુધી કુલ 572 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે થી 34 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે. આજે વ્યારા અને વાલોડમાં 2-2 કેસ મળી કુલ 4 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
9મી ઓકટોબર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસ...
(1) 22 વર્ષિય પુરુષ, હનુમાન ફળિયું,અલગટ-વાલોડ
(2) 35 વર્ષિય પુરુષ, ઉપલુ ફળિયું,દેગામા-વાલોડ
(3) 38 વર્ષિય પુરુષ, લક્ષ્મી પાર્ક-વ્યારા
(4) 45 વર્ષિય પુરુષ, રામજી મંદિર પાછળ-વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500