તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ નો એકપણ નવો કેસ નોંધાયો નથી. જેને લઇ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે,
જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ નો એકપણ નવો કેસ નોંધાયો નથી, અત્યાર સુધી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 847 થયો છે,
આજે વધુ 5 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે, અત્યાર સુધી કુલ 793 દર્દીઓ સાજા થયા છે. કોરોના ની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 388 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 13 દર્દીઓ કોરોના ની સારવાર લઈ રહ્યા છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500