તાપી જીલ્લામાં કોરોના વાયરસના વધુ 3 કેસ નોંધાયા છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.5-ડીસેમ્બર નારોજ વ્યારાના રામકબીર નગરમાં 65 વર્ષીય પુરુષ, વાલોડના દેગામા ગામના ટાંકલી ફળીયામાં 58 વર્ષીય પુરુષ અને નિઝરના મુબારકપુરમાં 26 વર્ષીય યુવકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 800 ને પાર થયો છે. આજે વધુ 7 દર્દીએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 769 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 423 સેમ્પલ લેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500