નર્મદા જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું જીતનગર પોલીસ સ્ટાફ અને કેવડિયા સ્ટાફ માં આજે વધુ કોરોના પોઝિટિવ કેસો સાથે ગુરુવારે જિલ્લામાં નવા ૨૪ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. આર. એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૨૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં નાંદોદ જીતનગર પોલીસ સ્ટાફ ૧૧, ગોપાલપુરા ૦૧ ગરુડેશ્વર કેવડિયા ૦૯ અને તિલકવાડા માં એકલવ્ય સ્કૂલ ૦૩ મળી નર્મદા જિલ્લા માં કુલ ૨૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,જ્યારે ૦૯ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૭ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૪૩ દર્દી દાખલ છે.આજરોજ ૨૪ દર્દી સજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૧૭૫ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૨૬૭ એ પહોચ્યો છે.આજે વધુ ૩૭૩૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application