Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં ડોકટર સહીત આઘેડની એકાએક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નિપજ્યાં

  • April 07, 2025 

સુરત શહેરનાં અલથાણમાં 43 વર્ષીય ડોકટર અને પાંડેસરામાં મંડપ ડેકોરેશનનાં ગોડાઉનમાં ૪૭ વર્ષીય આઘેડની  એકાએક તબિયત બગડતા બેભાન થયા બાદ મોતને ભેટયા હતા. નવી સિવિલથી મળેલી વિગત મુજબ, અલથણામાં ભીમરાડ ખાતે રામેશ્વરમ કેશવ હાઇટ્સમાં રહેતા ૪૩ વર્ષીય સુનીલ રમેશચંન્દ્ર પટેલ સાંજે ઘર નજીક ટી પોઇન્ટ પાસે અચાનક ચક્કર આવ્યા બાદ શ્વાસની તકલીફ થયા બાદ ઢળી પડયા હતા.


તેમને ૧૦૮માં નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા પણ મૃત જાહેર કરાયા હતા. સુનીલ પટેલ મુળ ગોધરામાં ગોકુળપુરાના વતની હતા. તે સુરત જીલ્લા સેવાસંદનમાં ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગમાં સર્ટીફાઇડ સર્જન તરીકે ફરજ બજાવતા હતા. પત્ની ડુમસની પ્રાથમિક શાળામાં શિક્ષકા તરીકે ફરજ બજાવી રહ્યા છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બીજા બનાવમાં પાંડેસરામાં મિલન પોઇન્ટ પાસે શિવ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં રહેતા અને ત્યાં મેનેજર તરીકે કામ કરતા ૪૭ વર્ષીય જયપાલસિંહ લખપતસિંહ સવારે ત્યાં છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. બાદમાં તેમની તબિયત વધુ બગાડતા બેભાન થઈ જતા સારવાર માટે  ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં ટુંકી સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ. તે મુળ ઉતરપ્રદેશમાં બુલંદશરના વતની હતા. સંતાનમાં બે પુત્ર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application