તાપી જિલ્લામાં કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં હજુ પણ કેસોમાં વધારો થઇ રહ્યો છે. આજે વધુ 2 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 657 થયો છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 38 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 4 દર્દી સાજા થયા. અત્યાર સુધી કુલ 584 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 37 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.12-ઓકટોબર નારોજ વાલોડ તાલુકાના બાજીપુરા ગામના પેટ્રોલપંપની પાછળ રહેતા 73 વર્ષીય પુરુષ અને વાલોડના બજાર ફળીયામાં રહેતી 33 વર્ષીય મહિલા મળી કુલ 2 જણા ના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વાલોડમાં તાલુકામાં આજદિન સુધી કુલ 127 કોરોના પોઝીટીવ ના કેસ નોંધાઈ ચુક્યા છે. જે પૈકી 121 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 3 દર્દીના મોત નીપજ્યા છે. હાલ 23 દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
April 03, 2025જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
April 03, 2025ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
April 03, 2025