Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં 2 અને વ્યારામાં 1 કેસ નોંધાયો, જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 333 સેમ્પલ લેવાયા

  • December 21, 2020 

તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ ના નવા 3 કેસ સામે આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

 

જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.20-ડીસેમ્બર નારોજ સોનગઢના ચકવવાણ ગામના ડુંગરી ફળિયામાં 22 વર્ષીય યુવક, સોનગઢની સીપીએમ કોલોનીમાં 52 વર્ષીય પુરુષ અને વ્યારાના બોરખડીમાં 50 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

 

 

આજના 3 કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 800 ને પાર થયો છે, અત્યાર સુધી કુલ 788 દર્દીઓ સાજા થયા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 333 સેમ્પલ લેવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application