Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં કોરોના પોઝિટિવના આજે નવા ૧૩૮ કેસ નોધાયા

  • October 22, 2020 

સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૨૫ હજારને પાર કરી ચુક્યો છે. જોકે કેસની સંખ્યામાં ધીરેધીરે ઘટવા લાગતા તંત્રએ રાહત અનુભવી છે. આજે સવારે શહેરમાં ૮૬ અને જિલ્લામાં ૫૨ કેસ સપાટી ઉપર આવ્યા હતા જે સાથે કુલ કેસની સંખ્યા ૩૪,૫૨૩ ઉપર પહોચી છે. અત્યાર સુધીમાં કોરોનામાં કુલ ૯૮૬ દર્દીઓનો મોત નિપજયા છે તો સામે ૩૧,૪૨૩ દર્દીઓઍ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.

 

સુરતમાં કોરોના ઉપર કાબુ મેળવા તંત્રને સફળતા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો જાવા મળ્યો છે.પરંતુ જે રીતે લોકો બિન્દાસ્ત થઈને ફરી રહ્યા છે તેને પગલે તંત્રને ફરીથી કોરોનાનું સંક્રમણ વધે નહી તેની ચિંતા સતાવી રહી છે. આજે સવારે શહેરમાં ૮૬ કેસ આવ્યા છે અત્યાર સુધીમાં શહેરમાં પોઝિટિવ દર્દીની સંખ્યા ૨૫,૦૬૧ ઉપર પહોîચી છે અને ગ્રામ્યમાં ૫૨ કેસ સાથે કુલ કેસની સંખ્યા ૯૪૬૨ થઈ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application