જીવલેણ કોરોનાનો હવે તાપી જીલ્લામાં કોઈને ડર રહ્યો નથી અને લોકો બિન્દાસ્ત થઈ ફરીથી પોતાના રાબેતા મુજબ કામ ધંધામાં તેમજ હરવા ફરવા લાગ્યા છે. અને કોરોનાની રફતાર પણ ઓછી થઈ હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે પરંતુ જે રીતે તાપી માં લોકો સોસિયલ ડિસ્ટન્ટ કે માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.
આજરોજ તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવના વધુ 12 કેસ સામે આવ્યા છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.22મી નવેમ્બર રવિવાર નારોજ સોનગઢમાં 9 કેસ, વ્યારામાં 2 કેસ અને કુકરમુંડામાં 1 કેસ મળી કુલ 12 દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે,
આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંક કુલ 793 પર પહોચ્યો છે, આજે વધુ 1 દર્દીએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 716 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી આજે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 448 સેમ્પલ લેવામાં આવ્યા છે.
22મી નવેમ્બર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ કોરોના પોઝીટીવના કેસો
(1) 34 વર્ષિય પુરુષ-પટેલ ફળિયું, સદગવાણ,તા.કુકરમુંડા
(2) 59 વર્ષિય પુરુષ-સેક્ટર-3 ઉકાઇ, તા.સોનગઢ
(3) 24 વર્ષિય મહિલા-ઉતની ફળિયું, ઉખલદા, તા.સોનગઢ
(4) 27 વર્ષિય પુરુષ-આશીર્વાદ રેસીડેન્સી,ગુણસદા, તા.સોનગઢ
(5) 27 વર્ષિય પુરુષ-આશીર્વાદ રેસીડેન્સી,ગુણસદા, તા.સોનગઢ
(6) 20 વર્ષિય પુરુષ-મોટી ખેરવાણ,તા.સોનગઢ
(7) 24 વર્ષિય મહિલા-દાદરી ફળિયું ધજાંબા, તા.સોનગઢ
(8) 36 વર્ષિય મહિલા-આશ્રમ ફળિયું,સિસોર, તા.સોનગઢ
(9) 24 વર્ષિય મહિલા-આશ્રમ ફળિયું,સિસોર, તા.સોનગઢ
(10) 32 વર્ષિય પુરુષ-સવાર ફળિયું,માંડળ, તા.સોનગઢ
(11) 31 વર્ષિય પુરુષ-ફલાવર સીટી કાનપુરા, તા.વ્યારા
(12) 45 વર્ષિય પુરુષ-નિશાળ ફળિયું,દડકવાણ, તા.વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500