તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.8મી સપ્ટેમ્બર મંગળવાર નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 12 કેસ સામે આવ્યા છે. જેમાં સોનગઢ તાલુકામાં 8 કેસ અને વ્યારામાં 4 કેસ મળી કુલ 12 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 416 પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાની સારવાર દરમિયાન આજદિન સુધી કુલ 26 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 4 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 299 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.
આજે તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....
(1) 25 વર્ષિય પુરુષ, નવુ ફળિયું,કાવલા-સોનગઢ
(2) 46 વર્ષિય પુરુષ, વિશ્વા ભવન,નવાગામ,વાણિયા ફળિયું-સોનગઢ
(3) 72 વર્ષિય પુરુષ, એસ.ટી.ડેપોની સામે-જમાદાર ફળિયું,ઉકાઇ રોડ-સોનગઢ
(4) 48 વર્ષિય પુરુષ, એસ.ટી.ડેપોની સામે-જમાદાર ફળિયું,ઉકાઇ રોડ-સોનગઢ
(5) 65 વર્ષિય પુરુષ, પારેખ ફળિયું-જુનાગામ-સોનગઢ
(6) 43 વર્ષિય પુરુષ, પાથરડા કોલોની,ઉકાઇ-સોનગઢ
(7) 35 વર્ષિય પુરુષ, જુની વાંકવેલ-સોનગઢ
(8) 27 વર્ષિય પુરુષ, ઉપલું ફળિયું,રાણીઆંબા-સોનગઢ
(9) 47 વર્ષિય પુરુષ, ગુણાતીત નગર.મુસા રોડ-વ્યારા
(10) 38 વર્ષિય પુરુષ, તોરણ રેસીડેન્સી,મુસા-વ્યારા
(11) 61 વર્ષિય મહિલા, તોરણ રેસીડેન્સી,મુસા-વ્યારા
(12) 44 વર્ષિય પુરુષ, હાઇસ્કુલ ફળિયું,કપુરા-વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500