નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં બુધવારે નવા 11 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે 11 નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ચિત્રકૂટ સોસા, 1 રાજેન્દ્રનગર સોસા, 1 નાંદોદ ના રોયલ સનસીટી વડિયા 1, રાજપરા 1, કરાઠા 1, લાછરસ 1, પ્રતાપનગર 1, થરી 1, અણીજરા 1, નાના હેડવા 1 તેમજ તિલકવાળાના ભાદરવા 1 સહિત નર્મદા જિલ્લામાં કુલ 11 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 22 દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટર માં 25 દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં 9 દર્દી દાખલ છે આજે 10 દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ 831 દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક 889 પર પહોચ્યો છે.આજે વધુ 553 સેમ્પલ ચકાસણી હેઠળ છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500