Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે ડાંગ જિલ્લામા ૧૦ દર્દીઓને રજા અપાઈ : નવા ૧૦ કેસ સાથે કુલ કેસ ૬૦૩ : એક્ટિવ કેસ ૮૦

  • May 11, 2021 

ડાંગ જિલ્લામા આજે દસ નવા કેસ નોંધાયા છે. જેની સામે દસ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે.ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૬૦૩ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૫૨૩ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૮૦ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે

 

 

 

 

એક્ટિવ કેસો પૈકી ૧૦ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, ૬ દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે અને ૬૪ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે."કોરોના સંક્રમણ" ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૮૨૩ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૯૮૫૬ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.

 

 

 

 

જિલ્લામા આજની તારીખે કુલ ૯૫ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૩૦૭ ઘરોને આવરી લઈ ૧૩૬૩ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૯૦ બફર ઝોન (એક્ટિવ)મા ૫૦૨ ઘરોને સાંકળી લઈ ૨૧૬૫ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.

 

 

 

 

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૬૧ RT PCR અને ૧૬૦ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૨૭૧ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૬૧ RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ ૪૭,૬૪૯ સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે. જે પૈકી ૪૬,૯૮૫ નેગેટીવ રહ્યા છે.

 

 

 

 

વેકસીનેસન ની વિગતો જોઈએ તો જિલ્લામા આજદિન સુધી ૨૧૦૧ (૮૪ ટકા) હેલ્થ કેર વર્કરો, ૪૮૫૯ (૯૭ ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને ૨૭૬૯૮ (૪૫+) ૪૮ ટકા નાગરિકો મળી કુલ ૩૪૬૫૮ લોકોને વેકસીન આપી દેવામા આવી છે. કોરોનાને કારણે જિલ્લામા આ અગાઉ આજદિન સુધી કુલ ૨૪ મૃત્યુ નોંધાઈ ચુક્યા છે.

 

 

 

 

આજે નોંધાયેલા દસ પોઝેટીવ કેસોમા આહવા ખાતે પાંચ, તથા સાકરપાતળ, ભુર્ભેન્ડી, ગૌરયા, સરવર, અને પીપલદહાડ ખાતે એક એક કેસ નોંધાયા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application