નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે.જિલ્લા માં શનિવારે નવા ૧૦ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળામાં નવરંગ સોસા. ૦૧, વિજય પ્રસુતિ ૦૧ નાંદોદ તાલુકાના વાવડી ૦૧ રસેલા ૦૫, ગરુડેશ્વરના કે.કોલોની ૦૨ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની સંખ્યા-૦૩ જ્યારે ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૦ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૦૫ દર્દી દાખલ છે આજે ૦૮ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૯૨૫ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૯૮૩ પર પહોચ્યો છે.આજે વધુ ૪૫૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500