તાપી જીલ્લામાં આજરોજ માત્ર વ્યારામાં કોરોના પોઝીટીવ નો વધુ 1 કેસ સામે આવ્યો છે,
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.6-જાન્યુઆરી ના રોજ વ્યારાના કાનપુરામાં 43 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટીવ દર્દીઓના કુલ 867 કેસો નોંધાયા છે. આજરોજ વધુ 3 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.
અત્યાર સુધી કુલ 814 દર્દીઓ સાજા થયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 384 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 14 દર્દીઓ કોરોના ની સારવાર લઇ રહ્યા છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500