Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દીવસ : આજના દિવસે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને સફળતાના દસ વર્ષ પૂર્ણ

  • March 08, 2025 

ગુજરાત રાજ્યની વિશેષતા છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરીને લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવે છે. ગુજરાત સરકારશ્રીની ફ્લેગશીપ યોજના તરીકે મહીલાઓના શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર અને ઘરેલું હિંસા સહિતમાં ત્વરિત પ્રતિસાદ, માગૅદશૅન અને બચાવની અસરકારક કામગીરીના દસ વર્ષ પૂર્ણ થયા. મહીલાઓ પર થતા અત્યાચારમાં તાત્કાલિક ધોરણે મદદ પહોચાડી શકાય તે હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ તેમજ ગૃહ વિભાગ દ્વારા ૮ માર્ચ ૨૦૧૫ આંતરરાષ્ટ્રીય મહીલા દિવસે 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન કાર્યાન્વિત કરવામાં આવેલ જેને ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે. આ સેવા દ્વારા મહિલા અત્યાચારની મદદ સાથે સરકારશ્રીની મહિલાલક્ષી પ્રાથમિક માહિતી આપવામાં આવી રહેલ છે.


યોજનાના પ્રારંભથી ૨૦૨૫ દરમિયાન કુલ ૧૬,૧૬,૮૪૪ મહીલાઓએ મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યો. જેમાં ઘટના સ્થળે પહોંચી ૩,૨૪,૪૦૧ને મદદ પહોચાડી ગંભીર પ્રકારના ગુનાઓ સામે અને જરુરિયાત મુજબ ૯૯,૪૬૭ જેટલાં મહિલાઓના ગંભીર કેસમાં ઘટનાસ્થળે પહોંચી અભયમ રેસ્કયુંવાનની ટીમે મદદ, સલાહ અને બચાવ કાર્ય કરેલ છે. આ ઉપરાંત ૨,૦૫,૦૫૧/- જેટલાં કેસમાં સમાધાન કરાવવામાં સફળતા મળી છે. તાપી જિલ્લા ખાતે વર્ષ ૨૦૨૪ દરમિયાન 731 જેટલી પિડીત મહિલાઓએ મદદ મેળવેલ છે. જેમાં 505 જેટલી મહિલાઓના કેસમાં સમાધાન કરાવવામાં આવેલ છે તેમજ 46 જેટલી મહિલાઓને સખી વન સ્ટોપ સેંટરમાં અને અન્ય સંસ્થાઓમાં આશ્રય અપાવેલ છે.


રાજ્યના તમામ વિસ્તારમાં અભયમની સેવાઓ ૫૯ અભયમ રેસ્કયુવાન સાથે ૨૪*૭ વિના મૂલ્યે ઉપલબ્ધ છે. લગ્નજીવનના વિખવાદો, પારિવારીક સમસ્યાઓ અને લગ્નેતર સબંધમાં અસરકારક રીતે અભયમ કુશળ કાઉન્સિલર દ્વારા સુખદ સમાધાન કરાવેલ છે જેથી અનેક મહીલાઓના જીવનમાં સુખમય પ્રકાશ પાડવામાં આવેલ છે. આ ઉપરાત બીનજરૂરી કોલ મેસેજથી હેરાનગતી, કાર્ય સ્થળે જાતિય સતામણી, બાળ જન્મની બાબતો, છેડતી, આરોગ્ય અને રોજગારીના પ્રશ્નો, આપઘાતના વિચારોમાંથી મુક્તિ, તરછોડી દીધેલ મહિલાઓ કે મનોરોગી મહીલાઓને પરિવાર, નારીગૃહ કે આશ્રયસ્થાનોમાં સુરક્ષીત રાખવા વગેરેમાં મહિલા ,કિશોરીઓ અને વિદ્યાર્થિનીઓના પ્રશ્નોનું અસરકારક સુખદ નિવારણ લાવેલ છે જેથી આજે ગુજરાતની મહિલાઓમાં દિન પ્રતિદિન અભયમની કામગીરીની વિશ્વનીયતામાં વધારો થયેલ છે અને એક અભિનવ હેલ્પલાઇન તરીકે મહિલાઓની સાચી સહેલી તરીકે ઉપસી આવેલ છે. આ સાથે પોતાનાં સ્માર્ટ મોબાઈલમાં પ્લે સ્ટોર પરથી અભયમ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી અભયમની સેવાઓ ઝડપથી પ્રાપ્ત થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application