તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવ ના વધુ 2 કેસ સામે આવ્યા છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.28-નવેમ્બર નારોજ વાલોડ તાલુકાના કુંભારવાડની 62 વર્ષીય વૃધ્ધા અને કુકરમુંડાના નીમ્ભોરા ગામના મરાઠા ફળીયામાં રહેતી 52 વર્ષીય વૃધ્ધાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 800 ને પાર થયો છે. આજે વધુ 14 દર્દીઓ સાજા થયા, અત્યાર સુધી કુલ 745 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. કોરોના ટેસ્ટ માટે 389 સેમ્પલ લેવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application