તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.9મી સપ્ટેમ્બર બુધવાર નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 14 કોરોના સંક્રમિતના કેસ સામે આવ્યા છે. જેમાં વ્યારામાં 6 કેસ, વાલોડમાં 2 કેસ, સોનગઢમાં 1 કેસ, ઉચ્છલમાં 5 કેસ મળી કુલ 14 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.
કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 430 પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાની સારવાર દરમિયાન આજદિન સુધી કુલ 26 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 11 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 310 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.
આજે તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....
(1) 31 વર્ષિય પુરુષ, નવુ ભક્તા ફળિયું,સ્યાદલા-વાલોડ
(2) 72 વર્ષિય પુરુષ, વાડી ફળિયું,બુહારી-વાલોડ
(3) 48 વર્ષિય મહિલા, ઠક્કર ચેમ્બર્સ,કોલેજ રોડ-વ્યારા
(4) 57 વર્ષિય મહિલા, ફડકે નિવાસ-વ્યારા
(5) 65 વર્ષિય મહિલા, ગાયત્રી મંદિર નજીક-વ્યારા
(6) 35 વર્ષિય પુરુષ, શિવશક્તિ પાર્ક સોસાયટી,મુસા-વ્યારા
(7) 59 વર્ષિય મહિલા, સર્જન રેસીડેન્સી,મુસા રોડ-વ્યારા
(8) 28 વર્ષિય મહિલા, ચીકાર ફળિયુ,સેલુડ-ઉચ્છલ
(9) 30 વર્ષિય પુરુષ, ચીકાર ફળિયુ,સેલુડ-ઉચ્છલ
(10) 36 વર્ષિય પુરુષ, તુલસીપાર્ક,ચીખલી રોડ-વ્યારા
(11) 18 વર્ષિય મહિલા, પારેખ ફળિયુ-સોનગઢ
(12) 30 વર્ષિય મહિલા, ભડભુંજા-ઉચ્છલ
(13) 18 વર્ષિય મહિલા, થુંટી-ઉચ્છલ
(14) 20 વર્ષિય મહિલા, થુંટી-ઉચ્છલ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500