Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં કોરોનાના અજગરી ભરડામાં નવા ૧૦૦ સપડાયા, એકનુ મોતઃ મૃત્યુઆંક ૮૦૫

  • August 30, 2020 

શહેરમાં રાંદેર અને અઠવા ઝોનમાં વધુ કોરોના કેસ આવવાનું યથાવત છે. શનિવારે  સુરતમાં ૧૦૦ નવા નોંધાય છે. શહેર-જિલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા ૨૦,૩૮૯ થઇ છે.કોરોનાને કારણે વધુ એકનુ મૃત્યુ થતાં કુલ મૃતાંક ૮૦૫ થયો છે. કોરોનાને મ્હાત આપી અત્યાર સુધીમાં ૧૬,૭૬૦ લોકો ઘરે પરત ફર્યા છે.

 

સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થાય તે માટે તંત્ર અથાગ પ્રયાસ કરી રહી છે.તેમ છતાં કોરોનાનો કહેર જાવા મળી રહયો છે. ખાસ કરીને શહેરના કતારગામ , અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે દરમ્યાનશનિવારે  બપોર સુધી સુરત શહેરમાં ૭૫ કેસ નોધાયા છે. આ સાથે શહેરમાં ૧૬,૦૧૪ કેસો નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં પણ કેસો ઘટી રહ્ના છે.

 

બપોર સુધીમાં ૨૫ કેસ નોધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક ૪,૩૭૫ કેસો નોધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક ૨૦,૩૮૯ પર પહોચ્યો છે. જયારે એક ના મોત નિપજતા અત્યાર સુધી ૮૦૫ ના મોત નિપજયા છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્ના છે. અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ૧૬,૭૬૦ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આ ઉપરાંત સુરત મહાનગર પાલિકા સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર , માસ્ક ન પહેરનારા અને સેનેટાઇઝરનો ઉપયોગ ન કરનારાઓને રોજેરોજ દંડ કરી રહી છે. અત્યાર સુધી પાલિકાએ લગભગ ૩૯૬૦૦ થી વધુ લોકો પાસેથી ૧.૭૩કરોડથી વધુનો દંડ વસુલ કર્યો છે. નવા નોધાયેલા કેસોમાં સરકારી કર્મચારીઓ, કાપડના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્નકલાકાર તેમજ અન્ય ધંધા વ્યવસાઈઓ સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application