તાપી જિલ્લામાં આજરોજ સાંજ સુધીમાં કોરોના સંક્રમિતનો વધુ એક નવો કેસ સરકારી ચોપડે નોંધાયો છે, જોકે વધુ ૧ દર્દી સાજો થતા રજા આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તાપી જિલ્લામાં આજરોજ એટલે કે, તા.૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૨ નારોજ સાંજ સુધીમાં કોરોનાનો વધુ ૧ કેસ સામે આવ્યો છે, ઉચ્છલ તાલુકાના થુંટી ગામના દેવલપાડા ફળીયામાં ૬૫ વર્ષીય આડેધનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે, આ સાથે હવે જિલ્લામાં કોરોના સંક્રમિતના કુલ ૪ કેસ એક્ટીવ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500