Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિશ્વપ્રસિદ્ધ અજંટાની ગુફાઓની અંદરની ગરમી ઘટાડવા માટે જૂની ઢબની લાઇટો દૂર કરી આધુનિક લાઇટો ગોઠવવાનો નિર્ણય લેવાયો

  • June 02, 2023 

ઔરંગાબાદ નજીક આવેલી વિશ્વપ્રસિદ્ધ અજંટાની ગુફાઓની અંદરની ગરમી ઘટાડવા માટે 295 જૂની ઢબની લાઇટો દૂર કરી તેની જગ્યાએ આધુનિક લાઇટો ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી લાઇટોને લીધે ગુફાની અંદર ઠંડક રહેશે એમ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું. અજન્ટા અને ઇલોરાની ગુફાઓ જોવા માટે દેશ-વિદેશનાં પર્યટકોનો વણથંભ્યો પ્રવાહ ચાલુ જ રહે છે.


ખડકો કોતરીને બનાવવામાં આવેલી આ સદીઓ પુરાણી ગુફાઓ તેના ગુફાચિત્રો તેમજ પાષણની મૂર્તિઓ માટે પ્રખ્યાત છે. પારંપારિક લાઇટો બદલી તેની જગ્યાએ ઓપ્ટિકલ ફાઇબર લાઇટ બેસાડવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. અજન્ટામાં નાની-મોટી 12-13 ગુફાઓ આવેલી છે. આ ગુફાઓમાં એકંદર 295 જૂની લાઇટોમાંથી 135 લાઇટો બદલવામાં આવી છે.


બાકીની 160 લાઇટ ટુંક સમયમાં બદલી નાખવામાં આવશે. છેલ્લે 2002માં આ લાઈટ્સ બદલાઈ હતી. લાઇટો બદલવા ઉપરાંત પર્યટકોની સુવિધા માટે મોટો શેડ બાંધવામાં આવ્યો છે જે થઈ તડકો ન લાગે. ગુફા પરિસરમાં બે બાયો-ટોઇલેટ પણ બાંધવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application