Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિર્મળ ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા ભરૂચ જિલ્લામાં દીવાળીમાં ફટાકડાથી ઉભા થતા કચરા માટે આગોતરું આયોજન કરાયું

  • November 11, 2023 

ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અન્વયે દિવાળીના પર્વ દરમ્યાન ફટાકડાંથી ઉભો થતો કચરો અને સિંગલ યુઝ પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ થાય એ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચના દ્નારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા સાથેના અન્ય ઘન કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય ઘન કચરાનું વ્યવસ્થાપન યોગ્ય રીતે થાય તે માટે ભરૂચ જિલ્લા ગ્રામ નિર્માણ કેળવણી મંડળના નિયામકના માર્ગદર્શન હેઠળ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.



આ પ્રયોગ અન્વયે, દીશાની મિંટીંગ દરમ્યાન પદાધિકારીઓને પોસ્ટ કાર્ડ દ્નારા દીવાળીની શુભેચ્છા પાઠવી નૂતન વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં ફટાકડા તથા અન્ય કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય તેમજ ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન થાય અને સ્વચ્છતા જળવાઈ રહે તે અંગે આપ સૌ કટિબધ્ધ બનીએ. એવી શુભેચ્છા સહ ! અને સ્વચ્છતાની સુવાસ પ્રજવલીત રહે તે માટે પોસ્ટ કાર્ડ પર શુભ સંદેશા સાથે મિંટીંગમાં પધારેલા પદાધિકારીઓ તેમજ જિલ્લાના તમામ લાઈઝનીંગ અધિકારીઓને પાઠવવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્નારા ૧૦૦૦ જેટલા પોસ્ટ કાર્ડ મોકલવામાં આવનાર છે.



ભરૂચ જિલ્લાની ૫૪૫ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ, જિલ્લાપંચાયતની ૩૪ બેઠક, તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકના ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓ અને તમામ સરકારી કચેરીઓમાં સ્વચ્છતાની જાળવણી બાબતે એક નવતર પ્રયોગ તરીકે પોસ્ટકાર્ડના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશો પાઠવવામાં આવશે. વધુમાં, ડીઆરડીએ હસ્તક તમામ શાખાઓના અધિકારી તથા કર્મચારીઓને પણ સ્વચ્છતાને અનુલક્ષીને પોસ્ટ કાર્ડ આપી સ્વચ્છતા હી સેવાના અભિયાનને વધુને વધુ વેગવંતુ બનાવવા પ્રયાસ કરવામાં આવશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application