Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાળકની કમી પૂરી કરવા બીજાનું બાળક ચોર્યું અને પોલીસના હાથે મહિલા ઝડપાઈ ગઈ

  • November 18, 2022 

ગત 15મીના રોજ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત શિશુની ચોરી થઈ હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેમાં મહારાષ્ટ્રના ધુલિયા ખાતે રેહતી 23 વર્ષીય સાઇના રફીક પીંજારાએ સોમવારના રોજ એક બાળકીને જન્મ આપ્યો હતો. પરિવારમાં ખુશીનો માહોલ હતો. બાળકને તેની નાની અને માસી રમાડી રહ્યા હતા ત્યારે તેમની પાસે અજાણી મહિલા આવી હતી અને મીઠી મીઠી વાતો કરી નવજાત શિશુને રમાડવા લીધું હતું. ત્યાર બાદ આ મહિલા બાળકને લઈને હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગઈ હતી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ મહિલા બાળકને લઈને નહીં આવતા પરિવારે નવી સિવિલ તંત્રને જાણ કરી હતી ત્યારબાદ ખટોદરા પોલીસને જાણ કરી હતી.



પોલીસ ને જાણ થતા તાત્કાલિક પોલીસ દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા સીસીટીવી ચેક કરતાં આ મહિલા કડોદરા તરફ જતી નજરે પડી હતી. આથી શહેર પોલીસ દ્વારા ગ્રામ્ય પોલીસને પણ સતર્ક કરવામાં આવી હતી. પલસાણા પોલીસની ટીમ હરકતમાં આવી મહિલાની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે,મહિલા નવજાત બાળક સાથે જોળવા ગામે આવેલી આરાધના લેકટાઉન સોસાયટીના ગેટ પાસે ઊભી છે. પોલીસની ટીમ મહિલા પોલીસ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જ્યાં નવજાત બાળક સાથે મહિલા મળી આવી હતી.





પોલીસે મહિલા અંકિતા સુમિત પવનકુમાર સરોજની અટક કરી કાયદેસરની કાર્યવાહી બાદ શહેર પોલીસને સુપ્રત કરી હતી જ્યારે ભોગ બનનાર બાળકને તેના પરિવરજનોને સોંપવામાં આવ્યું હતું. નવી સિવિલમાંથી બાળકની ચોરી કરનાર અંકિતાને અગાઉ ત્રણ વખત કસુવાવડ થઈ ગઈ હતી. આથી તે સંતાનથી વંચિત હતી. 15મીના રોજ તેણીને પગમાં દુઃખાવો થતો હોય સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી. ત્યારે ફરતા ફરતા નવજાત બાળકોના વોર્ડમાં જઈ તેણીએ બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News