Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યાજખોરોની ચુંગાલમાંથી છુટવા યુવાને કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો

  • January 10, 2024 

વ્યાજે આપેલા નાણાં ચૂકવી આપ્યા છતાં ઉઘરાણી કરીને ધમકીઓ આપતા વ્યાજખોરોની ચુંગાલમાંથી છુટવા માટે સેક્ટર-2નાં યુવાને કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. આ અંગે મૃતક યુવાનની માતાએ એક મહિલા સહિત ચાર વ્યક્તિ સામે મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવ્યાના પગલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



મળતી માહિતી મુજબ, મુળ સમી તાલુકાના મુબારકપુર ગામના વતની અને સેક્ટર-2Bમાં પ્લોટ નંબર 1407/1માં રહેતા ઉમલાબેન મકાવાણાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઇન્ફોસિટીમાં સિક્યુરીટીનો કોન્ટ્રાક્ટ ચલાવતા રાજુ રબારી ઉપરાંત ભાર્ગવ ગોસ્વામી, નીતિન મિસ્ત્રી અને પાર્થ ચંદાનીની માતાને દર્શાવ્યા છે. ફરિયાદમાં જણાવાયા પ્રમાણે ઉમલાબેનનો દિકરો પ્રશાંત રામજીભાઇ ગત તારીખ 3નાં ઘર છોડીને નીકળી ગયા બાદ તારીખ 6ઠ્ઠીએ કડી પાસેના કરણનગર પાસે કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી.



જયારે ફરિયાદમાં જણાવાયા પ્રમાણે ચાની લારી ચલાવતા મૃતકનો ધંધો ભાંગી પડયા બાદ તેણે રાજુ રબારી પાસેથી રૂપિયા 1.30 લાખ વ્યાજે લીધા હતાં. બાદમાં તે ચૂકવવા માટે ભાર્ગવ ગોસ્વામી પાસેથી રૂપિયા 2 લાખ વ્યાજે લીધા હતાં. પરંતુ બાદમાં રાજુએ રૂપિયા 3 લાખ અને ભાર્ગવે રૂપિયા 4 લાખની ઉઘરાણી કાઢીને ધમકીઓ આપવાનું શરૂ કર્યુ હતું. ઉમલાબેને ફરિયાદમાં વધુમાં જણાવ્યુ છે કે, વ્યાજખોરોના ત્રાસથી તેનો દિકરો માનસિક તાણમાં આવી ગયો હતો. નાણાં ચૂકવી દેવા છતાં તેને ધમકીઓ આપતા હોવાનું પણ તેણે જણાવ્યુ હતું. આખરે તેણે આપઘાત કરી લીધો હતો. પોલીસે મરવા માટે દુષ્પ્રેરણા કરવા સહિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application