Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકે ફિનાઈલ પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • September 02, 2024 

રાજકોટમાં કાલાવડ રોડ પરના વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં સોનુભાઈ ચંદુભાઈ વાળા (ઉ.વ.ર૪)એ વ્યાજખોરના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લેતાં તેને સિવીલમાં ખસેડાયો હતો. રાજકોટ તાલુકા પોલીસે આરોપી વિજયપરી ભીખુપરી ગોસ્વામી (રહે.વામ્બે આવાસ યોજનાના કવાર્ટર) સામે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. ફરિયાદમાં સોનુભાઈએ જણાવ્યું કે, હરિપરના પાટિયા પાસે આવેલા કારખાનામાં પત્ની દિપાલી સાથે મળી સફાઈ કામ કરે છે. છ માસ પહેલાં પત્ની બિમાર પડતાં આરોપી પાસેથી રૂપિયા ર૦ હજાર રપ ટકા લેખે વ્યાજે લીધા હતા. જેનો દર મહિને રૂપિયા પ હજાર હપ્તો ભરતો હતો. ચાર હપ્તા ભર્યા બાદ પૈસાની સગવડ નહીં થતાં બે મહિનાથી હપ્તા ભરી શક્યો ન હતો.


જેથી આરોપી ઘરે આવ્યો હતો અને પઠાણી ઉઘરાણી કરી દસ દિવસમાં રૂપિયા ૯૦ હજાર પેનલ્ટી સાથે ચૂકવી દેવાનું કહ્યું હતું. અન્યથા બંને પગ તોડી, કપાવી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં જ્ઞાતિ પ્રત્યે પણ અપમાનિત કર્યો હતો. આરોપીના ત્રાસથી કંટાળી જૂનાગઢ માતા-પિતાને ત્યાં જતો રહ્યો હતો. જેથી આરોપી જૂનાગઢ પણ આવ્યો હતો અને પઠાણી ઉઘરાણી કરી ફરીથી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. આ સમય દરમિયાન તેની પત્ની રાજકોટ એકલી રહેતી હતી. તેની પાસે પણ અવાર-નવાર આરોપી જઈ પઠ્ઠાણી ઉઘરાણી કરી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતો હતો.


તે રાજકોટ આવતા પત્ની સાથે આરોપીના ઘરે ગયો હતો. એટલું જ નહીં તેને ટૂંક સમયમાં પૈસા પરત કરી દેવાની આજીજી કરી હતી. આ વખતે આરોપીએ તેના પત્નીના નામની ચેકબુક બળજબરીથી પડાવી લીધી હતી. જેમાંથી ત્રણ કોરા ચેકમાં સહી પણ કરાવી લીધી હતી. તે વખતે આરોપીએ કહ્યું કે જો દસ દિવસમાં તમામ પૈસા પેનલ્ટી સાથે નહીં ચૂકવો તો જોયા જેવી થશે. સાથો-સાથ ફરીથી જ્ઞાાતિ પ્રત્યે અપમાનિત પણ કર્યો હતો. અવાર-નવાર ઘરે આવી આરોપી અન્ય લોકોની હાજરીમાં પણ પઠ્ઠાણી ઉઘરાણી કરી ધમકી આપતો હતો. તેનાથી પૈસાની સગવડ નહીં થતાં ખૂબ જ ટેન્શનમાં આવી ગયો હતો. પરિણામે પાર્કિંગ એરિયામાં ફિનાઈલ પી લીધું હતું. પત્ની જોઈ જતાં બોટલ છીનવી ૧૦૮ બોલાવી હતી. જેમાં સિવીલ હોસ્પિટલમાં જઈ સારવાર લીધા બાદ રજા મળતાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News