બારડોલી તાલુકાનાં તરભોણ ગામે સોસાયટી ફળિયામાં રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર, તરભોણ ગામનાં સોસાયટી ફળિયામાં રહેતા કુતરાભાઈ ઉકકડભાઈ હળપતિ (ઉ.વ.62) છેલ્લા પાંચેક વર્ષથી માનસિક રીતે બીમાર હતા. જોકે બીમારીથી કંટાળી જઇ રાત્રે તેમણે પોતાના ઘરની પાછળ બકરા બાંધવાની પજારીમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો.
જયારે સવારે તેના પુત્ર મુકેશભાઈએ ઉઠીને જોતાં પિતાની લાશ લટકતી જોવા મળી હતી. તેણે આજુબાજુનાં લોકોને જાણ કર્યા બાદ પોલીસને જાણ થતાં બારડોલી ગ્રામ્ય પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને લાશનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ કબ્જો પરિવારજનોને સોંપ્યો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application