સુરત રેલવે સ્ટેશન પર RPF જવાનની સમય સૂચકતા, સ્ફૂર્તિ અને ચપળતાના લીધે એક મહિલાનો જીવ બચ્યો છે. દોડતી ટ્રેનમાં ચઢવા જતી વખતે મહિલાનો પગ સરકી જતાં તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે જ સરકી જતી હતી, તે ક્ષણે જ RPFનાં જવાને તેને ખેંચી લઈને જીવ બચાવી લીધો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા જવાન ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. સુરતનાં રેલવે સ્ટેશન પર ગુરુવારે સવારે 9 વાગ્યે દોડતી ટ્રેનમાં ચઢવા જવાની ઉતાવળમાં મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી હતી, પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાય જાય તે પહેલાં જ RPFના જવાને તેને ખેંચી લઈ બચાવી લીધી હતી. જોકે સવારે 9 વાગ્યે RPFના કોન્સ્ટેબલ પુષ્પેન્દ્ર પ્લેટફોર્મ નં.1 પર ફરજ પર હતા.
ત્યારે પ્લેટફોર્મ નંબર 1 પર મરુસાગર એક્સપ્રેસ આવી હતી. આ ટ્રેન તેના નિર્ધારિત સમયે ઉપડી હતી. ટ્રેન ઉપડવા માંડી ત્યારે જ એક મહિલા પેસેન્જર પ્લેટફોર્મ પર દોડતી આવી હતી. ચાલુ ટ્રેનમાં તે ચઢવા ગઈ હતી, પરંતુ તેણીએ બેલેન્સ ગુમાવી દીધું હતું અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી હતી. આ સમયે બાજુમાંથી જ પસાર થઈ રહેલા કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રની નજર તેની પર પડી હતી અને તરત દોડી જઈ મહિલાનો હાથ પકડી બહાર ખેંચી કાઢી તેનો જીવ બચાવી લીધો હતો. મહિલાએ પોતાની ભૂલ બદલ માફી માંગી હતી અને RPF કોન્સ્ટેબલનો આભાર માન્યો હતો. આ સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મનાં CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજ વાયરલ થતાં કોન્સ્ટેબલ પુષ્પેન્દ્ર ઉપર અભિનંદનની વર્ષા થવા માંડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application