રેલવેની મુસાફરની સૌથી સુરક્ષિત મુસાફરી માનવામાં આવે છે કારણ કે ટ્રેનને ક્યારેય માર્ગ જેવો અકસ્માત નડતો નથી. પરંતુ જ્યારે ટ્રેન અકસ્માત થાય ત્યારે મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ રહેલી હોય છે. નવસારી રેલવે સ્ટેશનની નજીક આવી જ એક મોટી ખુંવારી થતા બચી ગઇ છે. કોઇ આવારા તત્વોએ નવસારી નજીક ટ્રેનને ઉથલાવી નાખવાનું કાવતરું રચ્યું હતું પરંતુ માલગાડીના એક ડ્રાઇવરની સમય સુચકતાના કારણે આ કાવતરૂં નિષ્ફળ ગયું છે. જો આ માલગાડીના ડ્રાઇવરની નજર રેલવે ટ્રેક પર મૂકેલી લોખંડની ઍંગલો પર ન પડે તો મોટો અકસ્માત થઇ ગયો હોત.
બનાવની વિગતોએવી છે કે નવસારીમાં ગાંધી સ્મૃતિ સ્ટેશનથી નવસારી આવતા તરફ રેલવે ટ્રેક પર ઉપર કોઇ એ લોખંડની ઍંગલો મૂકી દીધી હતી. આ ઍંગલો બંધ ટ્રેક પર નહોતી પરંતુ ઉપયોગમાં લેવાતા ટ્રેકમાં હતી. દરમિયાન રોજના રૂટ પર બાજુના ટ્રેક પરથી પસાર થઇ રહેલી માલગાડીના ડ્રાઇવરની નજર આ ઍંગલો પર પડી હતી. આ દૃશ્યો જોતા જ તેનો જીવ અદ્ધર થઇ ગયો હતો. માલગાડીના ડ્રાઇવરે તાત્કાલિક ત્યાં જઇને લોખંડની ઍંગલો અંગે વાયરલેસ દ્વારા ગાર્ડ મારફતે સ્ટેશન તરફ માહિતી મોકલાવી હતી.
આ માહિતી પહોંચી ન હોત તો કોઇ મોટી દુર્ઘટના થઇ શકી હતી. દરમિયાનમાં જ માહિતી અનુસાર આ સમયે જ મેમુ પસાર થવાનો સમય પણ હતો. માલગાડીના ડ્રાઇવરે આ ઍંગલો હટાવી અને ત્યારે મેમુને અટકાવી દેવામાં આવી હતી. જો આ ડ્રાઇવરે સમય સૂચકતા ન વાપરી હોત તો કોઇ પણ સ્વરૂપે અકસ્માત થઇ શક્યો હોત. તેવામાં આ અકસ્માત નિવારવા માટે તેણે ઍંગલો હટાવી હતી. ઍંગલો હટાવી દેવાતા ટ્રેન રવાના કરવામાં આવી હતી. આમ ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે ગંભીર ટ્રેન અકસ્માત થતાં રહી ગયો હતો. જ્યારે આ સમગ્ર મામલે વલસાડ રેલવે પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500