સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. પાલિકા દ્વારા કેસોને કાબુમાં કરવા માટે તમામ પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે તેમ છતાં લોકો સોશ્યલ ડિસ્ટન્સ , માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ ન કરતા હોવાના કારણે સંક્રમણ વધી રહ્યું છે. તે દરમ્યાન સુરતમાં શનિવારે બપોર સુધી 200 કેસ નોધાતા તંત્રની ભોગદોડ મચી ગઇ છે. આ સાથે સુરતમાં પોઝીટીવ કેસનો આંક 31,866 પર પહોચ્યો છે. જયારે કોરોનાથી વધુ એકનું મોત નિપજતા કુલ મૃત્યુઆંક 958 છે. કોરોનાને મ્હાત આપી અત્યાર સુધી 28,383 લોકો ઘરે પરત ફરતા રીકવરી આંક લગભગ 91 ટકા જોવા મળ્યો છે.
સુરતમાં લોકો એસ.ઓ.પી.નું પાલન કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે. પરિણામે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક તથા સેનેટાઇઝરનો ઉપયોગ ન કરવાના કારણે સુરત શહેરમાં કોરોના વાયરસની પરિસ્થીતી દિન પ્રતિદીન બગડી રહી છે. ખાસ કરીને શહેરના વરાછા , કતારગામ , અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે માટે પાલિકાએ ફરીથી એકશનમાં આવી અનેક પગલાઓ લેવા માંડ્યા છે. તે દરમ્યાન શનિવારે બપોર સુધી સુરત શહેરમાં 110 કેસ નોધાયા છે. આ સાથે શહેરમાં 23,195 કેસો નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં કેસોની સંખ્યામાં વધારો નોધાતા જીલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે.બપોર સુધી 90 કેસ નોધાયા છે.
આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક 8,671 કેસો નોધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક 31,866 પર પહોચ્યો છે. જયારે એકનું મોત નિપજતા અત્યાર સુધી 958 ના મોત નિપજયા છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા છે. અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી 28,383 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આમ રીકવરી રેટ લગભગ 91 ટકા થયો છે. નવા નોધાયેલા કેસોમાં તબીબ , સરકારી કર્મચારીઓ ,કાપડના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા કર્મચારીઓ , રત્નકલાકાર તેમજ અન્ય ધંધા વ્યવસાઈઓ સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જયારે સિવીલમાં 142 અને સ્મિમેરમાં 93 દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત સુરત શહેરમાં પાલિકાએ કોરોન્ટાઇન ફેસીલીટીની વ્યવસ્થા ઉભી કરી છે. જેમા 33,734 લોકો કોરોન્ટાઇન હેઠળ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500