તાપી જિલ્લાભરમાં ચાલતી દુકાનો પર વેચાતા ગરમ નાસ્તા જેવા કે,ભજીયા,વેફર,ફાફડા,જેલેબી,ગાંઠિયા, સેવ, કચોરી-સમોસા,વડા તેમજ કેટલીક દુકાનોના ફરસાણ કાળા-ગંદા તેલમાં બનાવાય છે. જ્યાં સુધી તેલ બળીને કાળુ થઈ જાય ત્યાં સુધી આખો દિવસ એજ તેલથી ફરસાણની દુકાનો પર એકના એક તેલનો ઉપયોગ વારંવાર કરવામાં આવતા તે નુકશાનકારક હોય છે. આવા બળી ગયેલા તેલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે,છતાં કેટલાક ફરસાણ વાળા દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે.
એક દુકાનેથી વર્ષના રૂ.૫ હજારથી ૨૦ હજારનો હપ્તો
વ્યારા અને સોનગઢ નગર સહિત જિલ્લાભરમાં ભજીયા,ફરસાણ બનાવતા વેપારીઓ દ્વારા પ્રજાના આરોગ્યની ચિંતા કર્યા સિવાય બળેલા તેલનો ઉપયોગ કરીને તેમાં તળેલી ચીજ વસ્તુઓ વેંચી રહ્યાં છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમાં કંઈ કરતાં નથી,કારણ કે એક દુકાનેથી વર્ષના રૂ.૫ હજારથી ૨૦ હજારનો હપ્તો લેતા હોવાનું લોકમુખે જ ચર્ચાય રહ્યું છે.
નિયમ મુજબ એક તેલનો ઉપયોગ તળવામાં બેથી વધુ વખત થઈ શકતો નથી.આવા તેલ લોકોના આરોગ્ય માટે જોખમકારક
વ્યારા અને સોનગઢ નગર સહિત જિલ્લા ભરમાં વારંવાર તળાયેલા તેલમાં વેફર,ભજીયા, કચોરી, ગાંઠીયા જેવા રોજિંદા ફરસાણ ઉપરાંત મીઠાઈના દુકાનદારો ખરાબ તેલનો ઉપયોગ કરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે,અત્રેઉલ્લેખ્નીય છેકે, મોંઘાદાટ વેંચતા ફરસાણ પણ આવા ખરાબ તેલમાં જ તળાય છે. મોટાભાગના વેપારીઓ તેલ કાળા થઈને બળી જાય ત્યાં સુધી તેમાં વસ્તુઓ તળ્યા કરે છે. નિયમ મુજબ એક તેલનો ઉપયોગ તળવામાં બેથી વધુ વખત થઈ શકતો નથી.આવા તેલ લોકોના આરોગ્ય માટે જોખમકારક છે. તેમછતા નગર પાલિકા અને ખોરાક નિયમન તંત્ર આંખ મીંચીને બેઠું હોવાનું ફલિત થઇ રહ્યું છે.
ડીપ ફ્રાય માટે ઉપયોગ કરાયેલા તેલનો ફરી ઉપયોગ ન કરવો જોઈએ
આપને જણાવી દઈએ છીએકે, વારંવાર તેલમાં પદાર્થો તળવાથી તેલમાં હાનિકારક તત્વો ઉત્પન્ન થાય છે. જે શરીરના અંગો માટે ઘાતક સાબિત થઈ શકે છે. જેથી રાજ્ય સરકારે આ અંગે પરિપત્ર બહાર પાડીને આવા તત્વો સામે કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો. ડીપ ફ્રાય માટે ઉપયોગ કરાયેલા તેલનો ફરી ઉપયોગ ન કરવો જોઈએ,તેના રંગ અને જાડું થઈ જાય છે. રંગ ડાર્ક, ચિકણું અથવા અજીબ ગંધ આવે છે. તો તેને ફેંકી દેવું જોઈએ.
તેલમાંથી એન્ટીઓક્સીડેંટની માત્રા ખત્મ થઈ જાય છે,જે ત્વચાને લગતા રોગનું કારણ બની શકે છે.
એટલું નહીં, કયા તેલથી તળેલી વસ્તું બને છે તે લખવું ફરજિયાત છે તેમ છતાં તાપી જિલ્લામાં કેટલા વેપારીઓ લખે છે ?? જોકે તે એક તપાસનો વિષય બન્યો છે.આપને અહિયાં એ પણ જણાવી દઈએ છીએકે, તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં ધીમે ધીમે ફ્રી રેડિકલ્સનું નિર્માણ થાય છે,એટલા માટે તેલમાંથી એન્ટીઓક્સીડેંટની માત્રા ખત્મ થઈ જાય છે,જે ત્વચાને લગતા રોગનું કારણ બની શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500