નર્મદા જિલ્લામાં યુવાધનને સ્વરોજગારી પુરી પાડી સ્વનિર્ભર બનાવવા માટે નર્મદા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ રોજગાર વિનિમય કચેરી દ્વારા થઈ રહેલી કામગીરી નોંધનીય છે. સતત અને સક્રિય રીતે રોજગાર કચેરી દ્વારા યુવા વિદ્યાર્થીઓ માટે અનેકવિધ કાર્યક્રમો થકી કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન થઈ રહ્યું છે. તિલકવાડા આઈ.ટી.આઈ. ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરીના અધિકારીના નેતૃત્વ હેઠળ વધુ એક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિભાગના કેરિયર કાઉન્સલરએ શિબિરમાં વિદ્યાર્થીઓને વોકેશનલ એજ્યુકેશન, કારકિર્દી માર્ગદર્શન, અનુબંધમ ગુજરાત પોર્ટલ, એન.સી.એસ પોર્ટલ સહિત સ્વરોજગારી અને રોજગાર સેતુ હેલ્પલાઇન વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અનુબધમ પોર્ટલ, એનસીએસ અને કેરિયર કોર્નર અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવાનો મુખ્ય આશય શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ માટે રોજગારી માટે તક ઉભી કરીને માહિતગાર કરવાનું છે. આ શિબિરમા તિલકવાડા આઈ.ટી.આઈ. કોલેજના શિક્ષક, સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500