Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની ફિલ્મ 'ગણપત : એ હીરો ઈઝ બોર્ન'નું ટીઝર થયું રિલીઝ

  • September 29, 2023 

ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની ફિલ્મ 'ગણપત: એ હીરો ઈઝ બોર્ન'નું જબરજસ્ત ટીઝર ફાયનલી આજે રિલીઝ થયુ છે. ટીઝરમાં આપણને એક ડાયસ્ટોપિયન દુનિયાની એક ઝલક જોવા મળે છે જે અંધારામાં ડુબાયેલી છે. એ તાકાત જે દુનિયાને બદલી શકે છે અને પછી ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન અને અમિતાભ બચ્ચન પુરી તાકાત સાથે લડવા માટે ટીમ બનાવે છે. બાગી અને હીરોપંથી પછી ટાઈગર શ્રોફના ફેન્સ આતુરતા પુર્વક તેની ફિલ્મની રાહ જોતા હોય છે.



એક મિનિટ 40 સેકન્ડનું આ ટીઝર એટલુ પાવરફુલ છે કે, ફેન્સની એક્સાઈંટમેન્ટ વધી ગયુ છે. આ ટીઝરને વીએફએક્સની મદદથી જબરજસ્ત બનાવવામાં આવ્યુ છે. વિકાસ બહલ દ્વારા નિર્મિત આ ફ્યૂચરિસ્ટિક એક્શન શો માં ટાઈગર શ્રોફ, કૃતિ સેનન અને દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચન સહિત પાવર-પેક કલાકારો સામેલ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. 'ગણપત એ હીરો ઈઝ બોર્ન' નું નિર્માણ વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ અને વિકાસ બહલ દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં દુનિયાભરમાં રિલીઝ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application