સ્પાય થ્રિલર 'ટાઈગર 3'નો ક્રેઝ હાલમાં ચાહકોમાં છે. જેના કારણે સલમાન ખાન અને કેટરિના કૈફની આ ફિલ્મ જોવા માટે ફેન્સ મોટી સંખ્યામાં સિનેમાઘરોમાં પહોંચી રહ્યા છે. દિવાળીના તહેવારોની સિઝનમાં જોરદાર બિઝનેસ કરી રહેલી 'ટાઈગર 3' રજા સિવાયના દિવસોમાં પણ કરોડો રૂપિયા કમાઈ રહી છે. જોકે, મુંબઈમાં યોજાયેલી ટાઈગર 3ની એક ઈવેન્ટમાં સલમાન ખાને ટીમ ઈન્ડિયા પર એક સરસ વાત કહી હતી, સલમાન ખાને કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયાએ અગાઉના તમામ મેત જીતી લીધા છે. વર્લ્ડકપના દિવસોમાં અમારી ફિલ્મ પણ આવી છે. જે સારૂ ક્લેક્શન કરી રહી છે.
અમદાવાદમાં રમાઈ રહેલી ફાઈનલ મેચમાં પણ ટીમ ઈન્ડિયા જીતી જશે. એ પછી તો તમે પણ થિએટર્સમાં રીટર્ન થઈ શકશો....એક રીપોર્ટ અનુસાર ગ્લોબલ લેવલ પર આ ફિલ્મે 300 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. જેનો અંદાજ આ ફિલ્મના છઠ્ઠા દિવસના બોક્સ ઓફિસ કલેક્શન પરથી સરળતાથી લગાવી શકાય છે. આવી સ્થિતિમાં, છઠ્ઠા દિવસે સલમાન ખાનની 'ટાઈગર 3' કરોડોનો વકરો કર્યો હતો. જે રીતે 'ટાઈગર 3'એ તેની રિલીઝના 5માં દિવસે કલેક્શન કર્યું હતું, તેનાથી સરળતાથી અનુમાન લગાવવામાં આવ્યું હતું કે છઠ્ઠા દિવસે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 200 કરોડની ક્લબમાં પ્રવેશ કરશે.
કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું
શુક્રવારના રોજ પણ કંઈક આવું જ થયું અને અપેક્ષા મુજબ બોક્સ ઓફિસ કલેક્શન કરીને સલમાન ખાન, ઈમરાન હાશ્મી અને કેટરિના કૈફની ફિલ્મે કમાણીના આ જાદુઈ આંકડાને શાનદાર રીતે પાર કરી લીધો છે. જો 'ટાઈગર 3'ના છઠ્ઠા દિવસના કલેક્શન પર નજર કરીએ તો સૅકનિલ્કના અંદાજિત આંકડાઓના આધારે, સલમાનની સ્પાય થ્રિલર 'ટાઈગર 3' એ લગભગ 13 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. રિલીઝના 6 દિવસમાં 'ટાઈગર 3' એ 200 કરોડ રૂપિયાની કમાણી કરીને તેની એક અલગ માઈલસ્ટોન ઊભો કરી દીધો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500