Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફતેહાબાદ ભયાનક અકસ્માતમાં બાઇક સવાર ત્રણેય યુવકોનાં મોત નિપજયાં

  • February 28, 2025 

ઉત્તરપ્રદેશના ફતેહાબાદ રોડ પર એક બેકાબૂ ડમ્પરે બાઇકને ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઇક ડમ્પરમાં ફસાઇ ગઇ હતી અને ડમ્પર ચાલક 5 કિલોમીટર સુધી બાઇકને ઢસડી ગયો હતો. ભયાનક અકસ્માતમાં બાઇક સવાર ત્રણેય યુવકોના મોત નિપજ્યા છે. મૃતકોની ઓળખ તિવાઈગઢી ફિરોઝાબાદના રહેવાસી પપ્પુના પુત્ર શિવકુમાર, તિવાઈગઢી ફિરોઝાબાદ નિવાસી નારાયણ સિંહના પુત્ર કિતાબ સિંહ, ભાઈપુરા નિબોહારા નિવાસી મહેન્દ્ર સિંહના પુત્ર માખન સિંહ તરીકે થઈ છે. એવું કહેવામાં આવ્યું હતું કે, બસાઈ અરેલા પોલીસ સ્ટેશન વિસ્તારના ફિરોઝાબાદના તિવાઈ ગઢીના રહેવાસી ત્રણેય યુવકો બાઇક પર લગ્ન સમારંભમાં ગયા હતા.


બસાઈ અરેલા વિસ્તારના અરનોટા ગામ પાસે એક ઝડપી ડમ્પરે બાઇક સવાર ત્રણ યુવકોને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇક ડમ્પરના વ્હીલમાં ફસાઇ ગયું હતું. જેના કારણે ડમ્પરના પૈડામાંથી તણખા નીકળવા લાગ્યા હતા. આ જોઈને ત્યાંથી પસાર થતા લોકોએ અવાજ કર્યો હતો, પરંતુ ડમ્પર ચાલક ભાગી ગયો હતો. લોકોએ ડમ્પર ચાલકનો પાંચ કિલોમીટર સુધી પીછો કરીને તેને અટકાવ્યો હતો. આ દરમિયાન ચાલક ડમ્પર પાર્ક કરીને ભાગવા લાગ્યો હતો, પરંતુ લોકોએ તેનો પીછો કરીને તેને પકડી લીધો હતો. અકસ્માતથી રોષે ભરાયેલા ગ્રામજનોએ ફતેહાબાદ-બાહ રોડ બ્લોક કરી દીધો હતો. ત્યાંથી પસાર થતા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ ગ્રામજનોને શાંત પાડવામાં વ્યસ્ત હતી. કહેવાય છે કે, શિવકુમારના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. તે કોઈક રીતે પરિવારને ટેકો આપતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application