Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં જુના આર.ટી.ઓ. પાસેથી દારૂનાં જથ્થા સાથે ત્રણ યુવકો ઝડપાયા

  • January 01, 2025 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં જુના આર.ટી.ઓ. પાસે નવાપુર સુરત હાઈવે પરથી વગર પાસ પરમિટે ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે કારમાં સવાર ત્રણ યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે સારું ભરાવી આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો ગત તારીખ ૨૮/૧૨/૨૦૨૪ નાંરોજ જુના આર.ટી.ઓ. ખાતે આગામી નવું વર્ષ આવી રહ્યું હોય જે અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન એક કાર નંબર જીજે/૦૫/આરવી/૦૯૬૧ને આવતાં જોઈ સાઈડમાં પોલીસે કાર સાઈડમાં ઉભી રખાવી હતી. ત્યારબાદ પોલીસે કારમાં તપાસ કરતા ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ ૧૪૬ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૨૨,૦૧૦/- હતી.


જોકે પોલીસે કારમાં બેસેલ ત્રણેય યુવકોનાં નામ પૂછતા પહેલાએ વિવેક ઈશ્વરભાઈ પટેલ, બીજાએ સાહિલ બીપીનભાઈ પટેલ (બંને રહે.વાંસદારૂઢી ગામ, તા.કામરેજ, જિ.તાપી) અને ત્રીજાએ જૈનીમ મનોજભાઈ પટેલ (રહે.બારાસડીગામ, તા.પલસાણા, જિ.સુરત)નાંઓ હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુ પુચ્પર્ચ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો એમ.ડી.વાઈનની દુકાનમાં કરતા એક અજાણ્યા માણસે ભરાવી આપ્યો હતો જેથી તેણે આ કામે વોન્ટેડ જાહરે કરવામાં આવ્યો હતો.


આમ, પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂપિયા ૫,૨૨,૦૧૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ત્રણેય યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ કામે એકને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application