Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પારડીનાં કલસર ગામની કંપનીમાંથી વાયર અને સ્વિચની ચોરી કરતા ત્રણ મજુરો ઝડપાયા

  • January 01, 2025 

વલસાડનાં પારડી તાલુકાનાં કલસર ગામે આવેલી પોલીકેબ પ્રા.ઈન્ડિયા લિમિટેડ કંપનીના કમ્પાઉન્ડમાંથી કંપનીમાં કામ કરતા ત્રણ જેટલા મજૂરો વાયર અને એમસીબી સ્વિચની ચોરી કરવા જતા ઝડપાઈ ગયા હતા. પોલીકેબ કંપનીનના આસિસ્ટન્ટ મેનેજર જયશંકર ચિંતામણી તિવારીએ પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની કંપનીમાં કામ કરતા રવિદાસ જયરામ પવાર (મૂળ રહે. સુરગાણા,નાસિક) તેમજ રતિલાલ તુકારામ પવાર અને ઈશ્વરભાઈ તુલસીરામ ગાંવિત કંપનીમાં બનતા ઈલેક્ટ્રોનિક કેબલ કંપનીની બહાર લઈ જતા હતા.


 ત્યારે ગેટ પર હાજર સિક્યુરિટી ગાર્ડ દ્વારા ચેક કરાતા રવિદાસ જયરામ પવાર પાસેથી વાદળી કલરની બેગમાંથી બ્લેક કલરનો ગત તારીખ ૨૯ મીટર કેબલ તથા બ્લેક કલરના વાયર તેમજ ૧૬ એમ્પિયરની એમસીબી તેમજ ૩૭ મીટરનો કેબલ મળી ૪,૫૮૪ તથા એમસીબી ૧૬ નંગ ૧ કિં. રૂપિયા ૧૪૧૦ તથા રસિકલાલ તુકારામ પવાર પાસેથી સોકેટનલ ત્રણ (કિંમત ૩૦૦) તથા (કુલ કિંમત રૂ.૧૨૫) તેમજ ઈશ્વરભભાઈ તુલસીરામ ગામીત પાસેથી એમસીબી નંગ એક (કિંમત ૧૮૭૦) મળી આવ્યા હતા. આ ત્રણેય ઈસમો પાસેથી મળી આવેલી કંપનીના સામાન બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા તેમજ કંપનીનું ઈનવોઈસ પેપર પણ ન મળતા કેબલ ચોરી કર્યાનું જણાયું હતુ. પોલીસે કુલ રૂપિયા ૯,૦૧૪નો મુદ્દામાલ લઈ જનારા ત્રણ સામે ચોરીનો ગુન્હો દાખલ કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application