ચીખલી તાલુકાનાં ચીમલા ગામમાંથી દારૂ ભરેલી કાર સાથે ત્રણ મહિલા ઝડપાઇ આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચીખલી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીનાં આધારે ચીખલી તાલુકાના ચીમલા ગામના ઉગામના ફળીયામાં હેતન નટવરલાલ કોળી પટેલના કબ્જાના ખુલ્લા વાડામાં તપાસ કરતા જ્યાંથી વિદેશી દારૂ તથા ટીન બીયરની નાની મોટી બોટલ નંગ 504 મળી આવી હતી જેની કિંમત રૂપિયા 52,440/ હતી.
અહીંથી પોલીસે 4 નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા 9,000/-, 2 સુઝુકી એક્સેસ, એક નંબર વગરની બલેનો કાર, રોકડ રૂપિયા તેમજ ગાડીના પાકિટમાં મુકેલ રોકડ મળી કુલ રૂપિયા 6,92,760/-નો મુદ્દામાલ કબ્જે કરી સુનિલ જીતેન્દ્ર યાદવ (રહે.દમણીઝાપા જોકમોરડી પારડી તા.પારડી જી.વલસાડ), જીતુકુમાર બચુભાઇ યાદવ (રહે.નવીનગરી ભેસ્લાપાળ દમણીઝાપા પરિયા રોડ પારડી તા.પારડી જી.વલસાડ), હેતન નટવરલાલ કોળી પટેલ, સુશીલાબેન છીબુભાઈ કોળી પટેલ, જમનાબેન ઈશ્વરભાઈ કોળી પટેલ (ત્રણેય રહે.ચીમલા ગામ, ઉગામણા ફળીયા, તા.ચીખલી)નાની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર વિકાસ ઉર્ફે વિકાસ ભૈયો અશોક યાદવ (રહે.દમણીઝાપા ભેસ્લાપાડા, તા.પારડી, જિ.વલસાડ) તેમજ માલ મંગાવનાર હિતેશ ઈશ્વર કોળી પટેલ, પ્રિયંકા હિતેશ કોળી પટેલ (બંને રહે.ચીમલા ઉગામણા ફળીયા તા.ચીખલી) નાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પીએસઆઇ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500