સુરત મહાનગરપાલિકામાં ઘણા સમયથી હંગામી ધોરણે બેલદારની ફરજ બજાવતા કર્મચારીઓ થોડા દિવસ પહેલા પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ પાલિકાની મુખ્ય કચેરી સામે જ આરણાંત ઉપવાસ પર બેસી ગયાં હતા. દરમિયાન ત્રણ વ્યક્તિઓની તબિયત આજે બગડી જતાં તેમને સારવાર માટે 108માં લઈ જવાય હતા. સુરત મહાનગરપાલિકા સફાઈની કામગીરી પર ભાર મુકી રહી છે અને આ કામગીરીમાં કાયમી કર્મચારીઓ સાથે હંગામી કર્મચારીઓની પણ ભરતી કરવામાં આવી છે.
હંગામી ધોરણે સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હવે કાયમી કર્મચારી તરીકેની નિમણુંક માટે માગણી થઈ રહી છે. થોડા દિવસ પહેલાં આ હંગામી કર્મચારીઓએ પાલિકાની મુખ્ય કચેરીએ હંગામો મચાવીને કાયમી કર્મચારી તરીકેની માગણી કરી પ્રદર્શન શરૂ કર્યું હતું. આ ઉપરાંત આ રોજીંદા કર્મચારીઓએ 12 ડિસેમ્બરથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. જેમાંથી આજે ત્રણેકની તબિયત બગડી હતી તેમને 108ની મદદથી સારવાર માટે લઈ જવામા આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application