સુરત જિલ્લામાં કોઈપણ જગ્યાએ ગેરકાયદેસર પ્રોહી./જુગારની પ્રવૃત્તિ ન થાય તે માટે સુરત ગ્રામ્ય પોલીસ વડાએ સુરત ગ્રાન્ટ એલ.સી.બી., પી.આઇ.ને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું જેને પગલે સુરત ગ્રામ્ય એલસીબી ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને બાતમી દારોને કામે લગાડી દીધા હતા. ત્યારે સુરત ગ્રામ્ય એલસીબી ટીમને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામની સીમમાં આવેલ એક બંગ્લોઝમાં જ્ઞાનેશ્વર ઉર્ફે અનિલ ચીકણો નામનો ઈસમ તેના મકાનમાં દમણથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આઇશર તથા પિકઅપ વાહનમાં ચોરખાનું બનાવી સંતાડી વિદેશી દારૂ લાવ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં પોલીસને મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 3336 બાટલીઓ, રોકડ, 3 મોબાઈલ 7 વાહનો મળી કુલ 24.17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ત્રણ આરોપીઓની અટક કરી ત્રણ ઇસમોને વોન્ટેડ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application