ઉચ્છલ તાલુકાના મોગરાણ ગામે ગંજી પાનાનો જુગાર રમતાં ત્રણ જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલિંગમાં હતો. તે સમયે બાતમી મળી હતી કે, મોગરાણ ગામના મંદિર ફળિયા વિસ્તારમાં રહેતાં સુરેશ વસાવા પોતાના મકાનની આગળ પજારીમાં જાહેરમાં કેટલાંક ઇસમો સાથે જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને બપોરના સમયે રેઈડ કરતાં ત્યાં જુગાર રમતાં ઇસમોમાં નાસ ભાગ મચી ગઇ હતી પણ પોલીસે જુગાર રમતાં ત્રણને જુગારીઓને સ્થળ નજીકથી જ ઝડપી પાડયા હતાં. જોકે તેમની અંગઝડતી કરતા પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય અને રોકડા રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યા હતાં. બનાવ અંગે ઉચ્છલ પોલીસે સુરેશ વસાવા, સુરૂપસિંગ વસાવા અને મનેશ વસાવા (ત્રણેય રહે.મંદિર ફળિયું, મોગરાણ ગામ, તા.ઉચ્છલ)નાઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application