Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર ગામેથી નંદુરબાર જતા રોડની સાઈડમાં જવેલર્સની મોપેડ ઉપરથી દાગીનાની થેલી ચોરનાર ત્રણ ચોરટાઓ ઝડપાયા

  • August 23, 2024 

નિઝર ગામથી એક બે કી.મી.ના અંતરે નંદુરબાર જતા રોડની સાઈડમાં મોપેડ મુકી પેશાબ કરવા જતા જવેલર્સની મોપેડ ઉપરથી દાગીનાની થેલી ચોરટાઓ ઉંચકીને ફરાર થઈ ગયા હતા. જે રૂપિયા ૭૦,૦૦૦/-ની ચોરી અંગે પોલીસે બાતમીના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડી જેઓને નામદાર કોર્ટ નિઝરમાં રજુ કરતા તારીખ ૨૩-૮-૨૪ સુધીના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઇ જઇ જેઓની વધુ પુછપરછ કરી હતી. બનાવની વિગત એવી છે કે, નંદુરબાર જતા રોડની સાઈડમાં નિઝરથી થોડા અંતરે રવિન્દ્રભાઇ ગોવિંદભાઈ સોનાર (ઉ.વ.૫૪)એ ગત  તારીખ ૨૦-૧-૨૪ના રોજ પોતાની મોપેડ પાર્ક કરીને પેશાબ કરવા ગયા હતા.


તે દરમિયાન એકટીવા ઉપર મુકેલ ૧ કિલો ચાંદીના દાગીના ભરેલ થેલીને પાછળથી આવેલ નંબર પ્લેટ વિનાની મોટરસાયકલ ઉપર આવેલ બે ઇસમો થેલી ઉંચકી ફરાર થઈ ગયા હતા. જ્યાં રૂપિયા ૭૦,૦૦૦/- ના ચાંદીના દાગીનાની ચોરી અંગે નિઝર પોલીસ મથકે જાણ કરી ચોર ઇસમોનું વર્ણન જવેલર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જે ગુનામાં બાતમીના આધારે આરોપીઓ કમલેશ આપસિંગભાઈ વળવી (ઉ.વ.૨૪ રહે.વ્યાહુર ગામ, હનુમાન મંદિરની સામે, તા.જી.નંદુરબાર), સુરજ શરદભાઈ પાડવી (ઉ.વ.૨૦ રહે.નલવા ગામ, હનુમાન મંદિરની સામે, તા.જી.નંદુરબાર) અને ઋષિન્દ્ર રવિન્દ્ર બોડરે (ઉ.વ.૨૫ રહે.નારાયણપુર પાપનેર હનુમાન દાદા મંદિરની સામે, તા.જી.નંદુરબાર)નાને તારીખ ૨૦-૮-૨૪ના રોજ અટક કરી નામદાર કોર્ટ નિઝરમાં રજુ કરાતા આરોપીઓના તારીખ ૨૩-૮-૨૪ સુધીના રીમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતા. સદર ગુનામાં દૈવિદાસ રઘુનાથ પવાર (રહે.પાપનેર) આરોપીને વોન્ટેડ જાહેર કરેલ છે. ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ તથા મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application