“બાલ રક્ષક પ્રતિષ્ઠાન” આયોજિત રાષ્ટ્રીય મોટીવેશનલ કોન્ફરન્સ તેમજ શિક્ષક સન્માન સમારોહ કુરુક્ષેત્ર ખાતે યોજાયો હતો. જેમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષિકા ચિત્રાંગના ચૌધરી, કપુરા પ્રાથમિક શાળાના પારુલબેન ચક્રવતી, સહિત ગ્રામ ભારતી વિદ્યાલય કહેર કલમકુઈના આચાર્યશ્રી હિતેશભાઈ મહયાવાંશીને “ઇનોવેટિવ શિક્ષકો” તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૭ રાજ્યોના ૧૫૦ શિક્ષકો માંથી ગુજરાતના ૩૬ શિક્ષકોનું સન્માન થયું હતું.
જેમાં તાપી જિલ્લાના ૦૩ શિક્ષકોની પસંદગી થતા ગુજરત બાલ રક્ષક પ્રતિષ્ઠાનના લીડર ધર્મેશભાઈ જોષી, સમગ્ર તાપી વહિવટી તંત્ર, શિક્ષણાધિકારીની કચેરી અને ઇનર વ્હીલ ક્લબના પ્રેસિડેન્ટ ફાલ્ગુની રાણા, વ્યારા નગર પ્રમુખ સેજલ રાણા તેમજ કલબ મેમ્બર્સ દ્વારા રાષ્ટ્રીય નવાચારી સન્માનિત શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, આ સન્માન બાલ રક્ષક પ્રતિષ્ઠાન દ્વારા ગત તા.૧૯ અને ૨૦ મે ૨૦૨૨ ના રોજ બે દિવસિય નેશનલ લેવલ કોન્ફરન્સમાં બાલ રક્ષક પ્રતિષ્ઠાનના સચિવ નરેશ વાઘ અને અઘ્યક્ષ મનોજ ચિંચોરેની ઉપસ્થિતિમાં હરિયાણા, કુરુક્ષેત્ર ખાતેથી શિલ્ડ, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500