પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય નાઓની સુચના મુજબ આગામી તા.૧૦/૦૧/૨૦૨૨ થી તા.૧૨/૦૧/૨૦૨૨ દરમ્યાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ અનુસંધાને રાજ્યમાં સીસ્ટર એજન્સીની પ્રિપેડનેશ ચેક કરવા તાપી પોલીસ દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતુ.
મોકડ્રીલમાં એલ.સી.બી., એસ.ઓ.જી., OTR, BDDS તથા સોનગઢ પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓની ટીમ દ્વારા આજરોજ સોનગઢ R.T.O. ચેક પોસ્ટ ખાતે ચેક પોસ્ટ ઉભી કરી નાકાબંધી કરવામાં આવેલ. જે નાકા બંધી દરમ્યાન એક શંકાસ્પદ ફોર વ્હીલ ગાડી હ્યુન્ડાઇ આઇ ટેવન્ટી નંબર GJ-26-N-5742 ને રોકી તે ગાડીમાંથી ત્રણ શંકાસ્પદ ઇસમો પાસેથી એક AK-56 તથા એક AK-47 હથિયાર તથા AK-56 ના ૧૧૦ રાઉન્ડ તથા AK47 ના ૩૦૦ રાઉન્ડ(કારતુસ) સાથે પકડી પાડી સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું..(ફોટો : યુવરાજ પ્રજાપતિ- સોનગઢ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500