નવસારી તાલુકાનાં સાતેમ ગામની સ્મશાન ભૂમિની સગડી નીચે ફીટ કરેલ રૂપિયા ૯ હજારની કાસ્ટીંગની પ્લેટોની ચોરી કરનાર ત્રણ તસ્કરો અને એક ભંગારીયાની નવસારી રૂરલ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, રમેશભાઈ છગનભાઈ પાંચાલ (રહે.જૈન દેરાસર નજીક, સાતેમ ગામ, નવસારી)નાએ તા.૩૧મી જુલાઇની રાત્રી દરમિયાન ગામના બંધારા ફળિયા, સીમાડામાં આવેલ સ્મશાનભૂમિની સગડી નીચે ફીટ કરેલ કાસ્ટીંગની પ્લેટો નંગ ૯ કિંમત રૂપિયા ૯ હજારની ચોરી થયાની ફરીયાદ રૂરલ પોલીસ મથકે નોંધાવી હતી.
બનાવ અંગે તેમને ગામનાં મણીનગરમાં રહેતા ત્રણ ઈસમોએ ચોરી કરી પ્લેટોને ગામના ભંગારીયાને વેચીમારી હોવાનું જણાવ્યું હતું. આ પ્રકરણમાં નવસારી રૂરલ પોલીસે સ્મશાનભૂમિ માંથી કાસ્ટીંગની પ્લેટો ચોરી કરનાર રાજુ બાબુભાઈ હળપતિ, નિતીનભાઇ જીતુભાઈ હળપતિ, અરૂણભાઇ ખાલપભાઈ હળપતિ (તમામ રહે.મણીનગર ફળિયું, સાતેમગામ, નવસારી અને પ્લેટો વેચાતી લેનાર ભંગારનો વેપારી દેવીચરણ છંગાભાઇ કેવટ (રહે.નહેર ફળિયું, સાતેમગામ, નવસારી)ની ધરપકડ કરી હતી. ઘટના અંગે વધુ તપાસ પી.એસ.આઈ. કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500